Friday, 6 November 2015

રત્નો સાથે જોડાયેલ ખાસ વાતો, તમારી માટે કયો રત્ન છે શુભ? ( કિરીટ ઠક્કર )

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ શાસ્ત્રોમાં નવગ્રહોની ચાલનું આંકલન કરીને ભવિષ્યમાં બનનારી ઘટનાઓના લેખા-જોખા આપે છે. જો કોઈ ગ્રહ નજીકના ભવિષ્યમાં પીડિત અને અશુભ સ્થિતમાં રહીને આપણે પીડા આપવાનો પ્રયાસ કરતો હોય તો તેનાથી આપણે બચવા માટે કંઈક ઉપાય કરવા માગતા હોઈએ છીએ. રાશિ રત્ન આ ઉપાયોમાં કારગર હોય છે, જો તે શુદ્ધ અને અસલી હોય તો ગ્રહ સાથે જોડાયેલ સમસ્યાનું નિદાન ખૂબ જ ઝડપથી થઈ જાય છે. આ અસરદાર તો હોય જ છે, પરંતુ તેને ખરીદતી વખતે પણ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. આપણા શાસ્ત્રોમાં રત્ન પહેરવા તે ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે. વિજ્ઞાન પણ આ નગીના અને રત્નોને સકારાત્મક ઊર્જાને આપનાર તથ્યોની પુષ્ટિ કરે છે. રત્નો આમ તો પ્રાકૃતિક સ્ત્રોતથી પ્રાપ્ત થનાર માનવામાં આવે છે, પરંતુ તેના અનમોલ અને શુભ હોવાના રોચક પૌરાણિક પ્રસંગ જોડાયેલ છે....   પ્રાચીન સમયમાં બલાસુર નામનો એક શકિતશાળી રાક્ષસ હતો. દેવતાઓને પણ તેણે પરાજીત કર્યા હતા. જેથી તે રાક્ષસના અંત માટે દેવતાઓએ યજ્ઞમાં બલી માટે તે રાક્ષસને નિવેદન કર્યું. યજ્ઞ જેવા શુભ કાર્ય માટે બલાસુર પોતાના દેહ દાન માટે તૈયાર થઇ ગયો. આ રીતે યજ્ઞ બલી દ્વારા બલાસુરનો અંત થયો. યજ્ઞ જેવા પવિત્ર કાર્ય, દેવતાઓના હિત માટે પોતાનું શરીર ત્યાગ કરવાથી બલાસુરનું તામસી શરીર પણ પવિત્ર અને સત્વગુણી થઇ ગયું. આ સાથે જ, તેના શરીરના બધા જ અંગ રત્નોનાં બીજમાં રૂપાંતર થઇ ગયાં.
  આ રીતે બલાસુરના ઉપકારને કારણે જ્યારે દેવતાઓ તેના શરીરને આકાશમાર્ગથી લઇ જવા લાગ્યા તો વાયુ અને વેગથી તેનું શરીર ટુકડા-ટુકડા થઇને દરિયા, નદી, પર્વત અને જંગલમાં પડીને રત્નોની ખાણમાં બદલાઇ ગયા. સાથે જ તે સ્થાન રત્નો નામથી જ પ્રસિદ્ધિ થયું.
  જાણો આ રત્નોનો શુભ પ્રભાવ શું હોય છે-


Share This Pic:-મેષ અને વૃશ્ચિક રાશિવાળાને મૂંગા પહેરવો જોઈએ. પરંતુ મૂંગા પહેરવાથી તમને નુકસાન પણ થઈ શકે છે. એટલા માટે જ્યાં સુધી જન્મના સમયે મંગળની સ્થિતિ સારી ન હોય તો મૂંગો ન પહેરવો જોઈએ. જો મંગળ શુભ હોય તો તે સાહસ, પરાક્રમ, ઉત્સાહ પ્રશાસનિક ક્ષેત્ર, પોલીસ, સેના વગેરેમાં લાભકારી હોય છે.   -વૃષભ અને તુલા રાશિવાળાને હીરો કે એપલ પહેરવો જોઈએ. જો જન્મ કુંડલીમાં શુભ હોય તો. આ રત્નોને પહેરવાથી પ્રેમમાં સફળતા, કલાના ક્ષેત્રમાં ઉન્નતિ, સૌંદર્ય પ્રસાધનોના કાર્યોમાં સફળતાનો કારક હોવાથી તમે ચોક્કસ સફળ થઈ શકો છે. 
-મિથુન અને તુલા રાશિવાળાએ પન્ના પહેરવાથી સેલ્સમેનના કાર્યમાં, પત્રકારિતામાં, પ્રકાશનમાં, વેપારમાં સફળતા મળે છે.   -સિંહ રાશિવાળાને માણિક ઊર્જાવાન બનાવો છે. રાજકીય, પ્રશાસનિક ક્ષેત્ર, ઉચ્ચ નોકરીના ક્ષેત્રમાં સફળતાનો કારક હોય છે.   આગળ વાંચો કર્ક, મકર, ધન અને મીન રાશિના જાતકો માટે કયો રત્ન શુભ હોય....


Share This Pic:-કર્ક રાશિવાળાને મોતી મનને શાંતિ આપે છે. સાથે જ સ્ટેશનરી, દૂધ, દહીં-છાસ, ચાંદીના વ્યવસાયમાં લાભકારી હોય છે. 
-મકર અને કુંભ નીલમ રત્ન ધારણ કરી શકે છે. પરંતુ બે રાશિઓ હોવાથી સાવધાનીથી પહેરવું જોઈએ. અથવા કોઈ નિષ્ણાત જ્યોતિષને કુંડળી બતાવીને જ ધારણ કરવો.    -ધન અને મીન રાશિવાળાએ પુખરાજ કે સુનહલા લાભદાયક હોય છે. તે પણ પ્રશાસનિક ક્ષેત્રમાં સફળતા અપાવે છે. તે ન્યાય સાથે જોડાયેલ વ્યક્તિ પણ પહેરી શકે છે. તો ન્યાય સાથે જોડાયેલા વ્યક્તિ પણ તેને ધારણ કરી શકે છે. તમને સલાહ છે કે કોઈ વ્યક્તિ રત્ન કોઈપણ યોગ્ય જ્યોતિષની સલાહ વગર ક્યારેય ન પહેરવો જોઈએ.   આગળની સ્લાઈડ્સમાં વાંચો આ રત્નોનો શુભ પ્રભાવ કેવો હોય છે.....


Share This Pic:આ રત્નોને હીરા, મોતી, સ્ફટિક, મૂંગા, માણિક્ય, પુલક, મુક્તમણિ જેવા નામોથી ઓળખાય છે. બધા નંગ કે રત્નો સુખ, આનંદ, ઐશ્વર્ય આપનારા અને પીડાનાશક હોય છે. કામ ન બની રહ્યું હોય તો પુખરાજ, કાળી છાયા મંડરાઈ રહી હોય તો હીરો, ઝડપથી સફળતા જોઈએ તો નિલમ આ પ્રકારની સૂચનો મોટાભાગે જ્યોતિષીઓ આપતા હોય છે. આવો આજે જાણો કયો રત્ન કયા ગ્રહ માટે પહેરવો જોઈએ. સાથે જ એ પણ જાણો કે તે રત્નને પહેરવાથી કયા ફાયદા થાય છે.   ગ્રહઃ- સૂર્ય   રત્નઃ-માણિક્ય   તેનો રંગ ગાઢ લાલ સરખો હોય છે. આ સ્ટોનને અંગ્રેજીમાં રૂબી નામે પણ ઓળખવામાં આવે છે. તેને દુનિયામાં બધા રત્નોમાં સૌથી વધુ મૂલ્યવાન માનવામાં આવે છે. આ રત્ન નકારાત્મક ઊર્જાને સકારાત્મક ઊર્જામાં બદલી દે છે અને એવું કહેવાય છે કે જેની પાસે આ માણિક્ય હોય તે શાંત અને સંતુષ્ટ રહે છે.   ગ્રહઃ- ચંદ્ર   રત્નઃ- મોતી   મોતી શાંતિ પ્રદાન કરનારો માનવામાં આવે છે. તેનો રંગ ચમકદાર સફેદ હોય છે. આ રત્ન પ્રેમ વધારે છે. એટલા માટે તમે ઈચ્છો તો તેને એ વ્યક્તિને ઈનામમાં આપો જેની સાથે તમે આત્મીય સંબંધ બનાવવા માગો છો.   આગળની સ્લાઈડ્સમાં વાંચો કયો રત્ન કયા ગ્રહ માટે પહેરવો જોઈએ....


Share This Pic:ગ્રહઃ-મંગળ   રત્નઃ- મૂંગા   મૂંગા ગાઢ લાલ રંગનો હોય છે. ઈંગ્લિશમાં તેનો કોરલના નામે ઓળખવામાં આવે છે. સમુદ્ર જીવ મૂંગાની જમાવટથી આ રત્ન તૈયાર થાય છે. તે હૃદયમાં સૌહાર્દની ભાવના વધારે છે. એટલા માટે વ્યાવહારિકતાથી દૂર રહેનાર લોકો જો આ રત્ન પહેરે તો તેનાથી કઠોર હૃદયવાળા પણ નરમ પડવાની સંભાવના રહે છે. આ રત્ન ધન આગમનના દરવાજા પણ ખોલી દે છે.   ગ્રહઃ- બુધ   રત્નઃ- પન્ના   પન્નાને અંગ્રેજીમાં એમરલ્ડ કહે છે. તેને બુધ ગ્રહનો રત્ન પણ કહેવામાં આવે છે જે સમૃદ્ધિ વધારનારો છે. વિશેષ કરીને બૌદ્ધિક ક્ષેત્રોના લોકોને તેને પહેરવાની સલાહ આપવામાં આવે છે. જેવા કે તમે અધ્યાપન, મીડિયા, કલા, સાહિત્ય વગેરે વિદ્યાઓ સાથે જોડાયેલા હોય તો આ રત્ન તમારી પ્રગતિમાં મદદ કરી શકે છે.


Share This Pic:ગ્રહઃ-ગુરુ   રત્નઃ પુખરાજ   પીળા રંગના આ સુંદર રત્નને ઈંગ્રિશમાં ટોપાઝ કહેવામાં આવે છે. પુખરાજ તમારી આંતરિક શક્તિઓને સંતુલિત કરવામાં તમારી મદદ કરે છે. તે યાદદાસ્તને પણ વધારે છે. પુખરાજ રત્નની એ ખાસિયત છે કે તેને ધારણ કરવાથી કોઈ જ સાઈડીફેક્ટ નથી થતું અને તેને ધારણ કરનારને કોઈને કોઈ રૂપમાં લાભ પહોંચાડે છે.   ગ્રહઃ- શુક્રવાર   રત્નઃ- હીરો   હીરો અર્થાત્ ડાયમંડ. ખૂબ જ મોંઘો રત્ન હોય છે. ખૂબ જ ચમકદાર અને સુંદર હોય છે. સૌથી વધુ પોપ્યુલર રત્ન છે, જેને ઘરેણાંઓમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ રત્નને ધારણ કરનાર વ્યક્તિ ઉપર ખરાબ શક્તિઓનો પ્રભાવ પડતો નથી. મુસીબતના સમયે તે કષ્ટો સામે રક્ષણ કરે છે.


Share This Pic:ગ્રહઃ- શનિ   રત્નઃ- નિલમ   આ રત્ન મોંઘો હોય છે. ઈંગ્લિશમાં સેફાયર નામથી ઓળખવામાં આવતો આ રત્ન નીલી(વાદળી) ચમક ધરાવતો હોય છે. આ રત્નને દરેક કોઈ ધારણ નથી કરી શકતું. એવું માનવામાં આવે છે કે નીલમ રત્ન સાથે જ્યાં સુધી તમારા શરીરનું તાપમાન નથી મળતું ત્યાં સુધી તે તમને શુભ ફળ નથી આપી શકતો.   ગ્રહઃ- રાહુ   રત્નઃ- ગોમોદ   ગાઢ ભૂરા રંગના આ રત્નને હૈસોનાઈટ કહેવામાં આવે છે. તેનો રંગ મધની જેવો પણ હોય છે અને વધુ ગાઢ હોય તો પણ ઓછા પ્રકાશમાં પણ કાળો દેખાઈ દે છે.   ગ્રહઃ- કેતુ   રત્નઃ- લસણિયો   કેતુનો રત્ન સફેદ-પીળો લસણીયો હોય છે. બિલાડીની આંખોની જેવો દેખાવાને લીધે તેનું નામ કેટ્સ આઈ પડ્યું છે.

No comments:

Post a Comment