દાંપત્યજીવન સુખી અને તદુરસ્ત રહે તેના માટે ચાર બાબતોની ગંભીરતા હોવી જરૂરી છે. આ બાબતો છે- શારીરિક, જાતીય, માનસિક અને આત્મીય સજ્જતા. ઉપરોક્ત બાબતોની સાથે કેટલીક બાબતો પર પતિ-પત્નીની સહમતી હોતી નથી. જેના ફળ સ્વરૂપ ઘણી વાર મતભેદો થતા હોય છે. મતભેદો જ્યાં સુધી સામાન્ય રહે ત્યાં સુધી બરાબર છે, પરંતુ તે ઝઘડા જ્યારે બંનેના રસ્તા જુદા કરે ત્યારે પતિ અને પત્નીએ માનસિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. દાંપત્યજીવનના ઝઘડા કે મતભેદ પતિ-પત્ની સાથે બેસીને એકબીજાની સમજણથી ઊકેલી શકે છે, પણ જ્યારે લગ્ન વિચ્છેદના આરે આવીને ઊભું હોય અને તેને બચાવવાનો કોઈ ઉપાય ન હોય ત્યારે જ્યોતિષશાસ્ત્રમાં ર્વિણત ઉપાયો કે પ્રયોગો કરીને લગ્નજીવનને તૂટતું બચાવી શકાય છે. જ્યોતિષની દૃષ્ટિએ દાંપત્યજીવનમાં ખટરાગ પેદા થવાનાં કારણો જાણીને તે મુજબ ઉપાય કરવા જોઈએ.
રાશિનાં લગ્નો અને ઉપાયો
બાર રાશિનાં લગ્નો પ્રમાણે દાંપત્યજીવનનો વિચ્છેદ કરતા યોગ જોવા મળે. સાતમું સ્થાન એ દાંપત્યજીવનનું સ્થાન છે. રાશિના આધારે રચાતા યોગ અને તેમાં કરવાના ઉપાયો નીચે પ્રમાણે છે.
મેષ લગ્નઃ આ જાતકો માટે દાંપત્યજીવનનો કારક ગ્રહ શુક્ર છે. મેષ લગ્નમાં ૨, ૬, ૮મા સ્થાને હોય તો જીવનસાથીનું સ્વાસ્થ્ય નબળું રહે છે. સાતમા સ્થાનમાં મંગળ, રાહુ કે કેતુ હોય તો જીવનમાં ક્લેશ થાય છે.
ઉપાય
ઉપાય
· મેષ લગ્નમાં જ્યારે વૈવાહિક જીવનમાં મુશ્કેલી સર્જાય ત્યારે મંગળનું રત્ન પરવાળું ધારણ કરવું જોઈએ.
· ગુરુવારના દિવસે પીળી વસ્તુઓનું દાન કરવું.
વૃષભ લગ્નઃ આ જાતકો માટે પતિ-પત્નીનો કારક ગ્રહ મંગળ છે. વૃષભ લગ્નમાં મંગળ જો પ કે ૯મા સ્થાનમાં હોય ત્યારે દાંપત્યજીવનને અસ્થિર બનાવે છે. જ્યારે પાપગ્રહની યુતિ કે દૃષ્ટિ કંકાસ અને કષ્ટ પેદા કરે છે.
ઉપાય
ઉપાય
· વૃષભ લગ્નમાં જ્યારે જાતકોને અવારનવાર કંકાસ થાય અને વારંવાર લગ્ન ભંગાણના આરે આવે ત્યારે શુક્રનું રત્ન હીરો ધારણ કરવું જોઈએ.
· શનિ યંત્રની સ્થાપના કરી તેનું દરરોજ પૂજન કરવું.
મિથુન લગ્નઃ આ જાતકો માટે સાતમા સ્થાનનો કારક ગ્રહ ગુરુ છે. ગુરુ ૮મા સ્થાનમાં પતિ-પત્નીનો વિયોગ કરાવે છે. ચંદ્ર ક્ષીણ હોય અને મંગળ સાથે કે બારમા સ્થાને હોય તો દાંપત્યજીવનમાં તિરાડ પાડે છે.
ઉપાય
ઉપાય
· મિથુન રાશિનાં લગ્નવાળા જાતકોએ બુધનું રત્ન પન્ના ધારણ કરવું શ્રેષ્ઠ રહેશે.
· જ્યારે લગ્નસુખમાં મુશ્કેલી જેવું લાગે ત્યારે શનિ ચાલીસાના અગિયાર વાર પાઠ કરવા.
કર્ક લગ્નઃ આ લગ્નવાળાનો કારક ગ્રહ શનિ છે. કર્ક લગ્નમાં શનિ હોય તો દાંપત્યસુખમાં ઊણપ વર્તાય છે. સ્ત્રી માટે કર્ક લગ્નની કુંડળી દુઃખી લગ્નજીવન આપે છે.
ઉપાય
ઉપાય
· ચંદ્રનું રત્ન મોતી ધારણ કરવું.
· દર ગુરુવારે હળદરનું દાન કરવું.
· ગરીબોને ચણા અને લાડુનું દાન કરવું.
સિંહ લગ્નઃ આ લગ્નવાળાને સપ્તમેશ શનિ થાય. લગ્નેશ સૂર્યને સપ્તમેશ શનિ શત્રુ હોવાથી ભૌતિક સુખ-સમૃદ્ધિ હોવા છતા દાંપત્યજીવન દુઃખી રહે છે. શનિ ૬, ૮, ૯, ૨ સ્થાનમાં હોય તો દાંપત્યજીવનમાં સુખ આવવા દેતો નથી.
ઉપાય
ઉપાય
· સૂર્યનું રત્ન માણેક ધારણ કરવું.
· મંગળ યંત્રનું પૂજન કરવું. ખેરના લાકડાનું મંગળ યંત્ર બનાવીને પૂજન કરવાથી શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થાય છે.
કન્યા લગ્નઃ આ જાતકોને સપ્તમેશ ગુરુ બને. સાતમા સ્થાને શનિ મંગળના પાપ કર્તરિયોગ અને શનિ મંગળની દૃષ્ટિ હોય તો લગ્નજીવન કલુષિત થાય છે. કન્યા લગ્નવાળાને ૫મા સ્થાને ગુરુ હોય તો લગ્નજીવનમાં અસ્થિરતા પેદા કરે છે.
ઉપાય
ઉપાય
· કન્યા લગ્નવાળા જાતકોએ ખાસ સોનામાં બુધનું રત્ન પન્ના ધારણ કરવું.
· શુક્રવારના દિવસે સફેદ ફળ અને અનાજ પાંજરાપોળ કે આશ્રમની ગાયને ખવડાવવું. સફેદ ગાયનું શુક્રવારે પૂજન કરવું.
તુલા લગ્નઃ આ જાતકોને મંગળ સપ્તમેશ બને છે. મંગળની સ્થિતિ તુલા લગ્નમાં ૩, ૯, ૮મા સ્થાનમાં હોય તો લગ્નજીવનમાં નીરસતા રહે છે. સાતમા સ્થાને સ્વગૃહી મંગળ અને ગુરુ સ્થિતિને શુભ બનાવે, પરંતુ ક્રૂર ગ્રહની દૃષ્ટિ તેનાથી વિપરીત ફળ આપે છે.
ઉપાય
ઉપાય
· તુલા લગ્નમાં જો જાતકોને મુશ્કેલી પડે તો શુક્રનું રત્ન હીરો ધારણ કરવું.
· * ॐ ક્રાં ક્રીં ક્રૌં સઃ ભૌમાય નમઃ ।। મંત્રના ૨,૧૦૦ જાપ કરવાથી લાભ થાય અને લગ્નજીવન સુખમય બને છે.
વૃશ્ચિક લગ્નઃ આ જાતકોનો કારક ગ્રહ શુક્ર લગ્નમાં ૩, ૪, ૫, ૭મા સ્થાનમાં હોય તો જીવનસાથી સાથે અવારનવાર સ્વાસ્થ્યને લઈ ઝઘડો થાય છે.
ઉપાય
ઉપાય
· વૃશ્ચિક લગ્નના જાતકોએ મંગળનું રત્ન પરવાળું પંચધાતુની વીંટીમાં જડાવીને ધારણ કરવું.
· સોમવારના દિવસે કૂતરાને દૂધ પીવડાવવું.
ધન લગ્નઃ આ જાતકોનો કારક ગ્રહ બુધ બને. સપ્તમેશ બુધ જો શુક્ર સાથે દ્વિસ્વભાવ રાશિમાં હોય તો દાંપત્યજીવનમાં ગરબડ પેદા કરે છે. પતિ-પત્નીને અલગ અલગ રહેવાના યોગ કરે છે.
ઉપાય
ઉપાય
· ધન લગ્નના જાતકોમાં જે લોકો લગ્નસુખથી વંચિત હોય તેમણે પોખરાજ રત્ન ધારણ કરવું ઉત્તમ રહેશે.
· સૂર્યની ઉપાસના કરો અને દરરોજ આદિત્યહૃદયસ્તોત્રનો પાઠ કરવો.
મકર લગ્નઃ આ લગ્નવાળા જાતકોનો કારક ગ્રહ ચંદ્ર છે. સાતમા સ્થાનમાં મંગળની દૃષ્ટિ ગંભીર વાદવિવાદ ઉપસ્થિત કરે છે. લગ્નજીવન ભંગાણના આરે પહોંચી જાય છે.
ઉપાય
ઉપાય
· પુરુષોએ શનિનું નંગ ધારણ કરવું. સ્ત્રીઓએ શનિ ચાલીસાના પાઠ કરવા.
· દરેક બુધવારે અગિયાર જાસૂદનાં પુષ્પની માળા બનાવી ગણેશજીને ચઢાવવી.
કુંભ લગ્નઃ આ લગ્નના જાતકોનો કારક ગ્રહ સૂર્ય છે. સૂર્ય ૨, ૪, ૮, ૯મા સ્થાનમાં સામાન્ય મુશ્કેલી ઉપસ્થિત કરે છે. લગ્નેશ શનિ લગ્નમાં વિલંબ કરાવે અને ક્રૂર ગ્રહની દૃષ્ટિ સંબંધમાં ખટરાગ પેદા કરે.
ઉપાય
ઉપાય
· કુંભ લગ્નના જાતકોએ ઉપરોક્ત મુશ્કેલીને નિવારવા માટે શનિનું રત્ન નીલમ ધારણ કરવું જોઈએ.
· દરેક માસની સુદ છઠ્ઠના દિવસે આસોપાલવનાં એકવીસ પાનની માળા બનાવી મુખ્ય દ્વારે લગાવવાથી લાભ થાય છે.
મીન લગ્નઃ આ લગ્નવાળા જાતકોનો કારક ગ્રહ બુધ છે. સપ્તમેશ બુધ પાપગ્રહની યુતિમાં કે દૃષ્ટિમાં હોય તો દાંપત્યજીવનમાં નિષ્ફળતા અને વિખવાદ થાય છે. શુક્ર કે ચંદ્ર પર પાપગ્રહની દૃષ્ટિ લગ્નવિચ્છેદ પણ કરાવે છે.
ઉપાય
ઉપાય
· ગુરુનું રત્ન પોખરાજ ધારણ કરવું શ્રેષ્ઠ રહેશે.
· સફેદ આકડાના ગણેશની પ્રતિમા પ્રતિષ્ઠિત કરી દરરોજ તેમનું પૂજન કરવાથી શુભ ફળ પ્રાપ્ત થશે.
લગ્ન મેળાપક
લગ્ન મેળાપક
જ્યારે સંબંધ કે લગ્ન નક્કી થાય તે પહેલાં વર-કન્યાના ગુણાંક મેળવી લેવા જરૂરી બને છે. કેટલીક વખત ગુણાંક ૩૬માંથી ૩૨ કે ૩૪ મળતા હોય છે છતાં લગ્ન ભંગ થતાં હોય છે અથવા લગ્નજીવન ભંગાણના આરે આવીને ઊભું હોય છે. તેના નિરાકરણ માટે ફક્ત ગુણાંક પર આધાર ન રાખવો જોઈએ. આ માટે કુંડળીના ગ્રહો પણ જવાબદાર હોય છે. ઉચ્ચનો ગુરુ કેન્દ્રમાં ગુરુ + મંગળનો ઔદાર્ય યોગ. ગુરુ + ચંદ્ર યુતિ તથા મેળાપકમાં શનિ ઉચ્ચનો પણ હોવો જોઈએ.
મેળાપકમાં વર્ણ, વશ્ય, તારા, યોનિ, નાડી, મંગળદોષ, ગુણૈક્ય, સંતાન, આયુષ્ય મૈત્રી વગેરેનો મેળાપક કરવાનો હોય છે. જો મેળાપક એકના પણ ન મળે તો વિધાન દ્વારા દોષ દૂર કરી શકાય છે. આ અંગેના કેટલાંક ઉપાયો નીચે પ્રમાણે છે.
ઉપાય
ઉપાય
જો મેળાપક મળતા હોય છતાં લગ્ન ભંગ થવાને આરે હોય અથવા છૂટાછેડાની તૈયારી હોય તો તેને બચાવવા માટે જોઈ લેવું કે વર અથવા કન્યાની કુંડળીમાં ચાંડાલયોગ, વિષયોગ, છત્રભંગયોગ, કાલસર્પ યોગ કે ગ્રહણ યોગ તો નથી બનતાને! જો તે બનતા હોય તો તેની વિધિ કરાવી લેવી જોઈએ અથવા તો દરરોજ મહાદેવજીની આરાધના કરવી જોઈએ. ભગવાન શિવને દરરોજ અભિષેક તથા પૂજન કરવાં જોઈએ.
લગ્નનું મુહૂર્ત
લગ્નનું મુહૂર્ત
સ્ત્રી અને પુરુષનાં લગ્ન મેળાપક મળતા હોય અને છતાં પણ લગ્નજીવનમાં મુશ્કેલી સર્જાય, એકબીજાને મનમેળ ન આવે તો તેની પાછળ લગ્નનું મુહૂર્ત ક્યાંક ને ક્યાંક જવાબદાર હોઈ શકે છે. મુહૂર્તશાસ્ત્ર પ્રમાણે દિવસની શુદ્ધિ હોવી જરૂરી બને છે. તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણ વ્યવસ્થિત હોવા જોઈએ. સાથે લગ્નના મુહૂર્તમાં કન્યાનું ગુરુ અને ચંદ્રબળ તથા વરનું સૂર્ય અને ચંદ્રબળ ગોચર મુજબ હોવું જોઈએ. લગ્નના દિવસે વિખ્ટિ દોષ પણ જોઈ લેવો જોઈએ.
જો શુભ મુહૂર્તમાં લગ્ન થયું ન હોય તો લગ્ન બાદ પતિ-પત્ની વચ્ચે તકરાર થતી રહેતી હોય છે. તેઓ એકબીજાને સમજી શકતાં નથી. અનેક પ્રકારના પ્રશ્નો ઉપસ્થિત થાય છે. તેને દૂર કરવા ઉપાય નીચે મુજબ છે.
ઉપાય
ઉપાય
· લગ્ન પછી લગ્નના મુહૂર્તમાં ખામી હતી તેવું જાણવા મળે તો સ્ત્રીઓએ ગુરુવારના દિવસે ચણાના લોટના લાડુ બનાવી શિવજીને ભોગ અર્પણ કરવો જોઈએ.
· પુરુષોએ રવિવારના દિવસે અગિયાર તાંબાના સિક્કા કુળદેવીના મંદિરે મૂકવા જોઈએ.
· દરેક માસમાં બે પ્રદોષ આવે તેમાં સુદ પ્રદોષના દિવસે પતિ અને પત્નીએ સાથે બેસી વિષ્ણુસહસ્ત્રનામના પાઠ કરવા જોઈએ.
ઉપરોક્ત ઉપાયો કરવાથી દોષ દૂર થશે અને નિશ્ચિત શુભ ફળ મળશે.
દાંપત્યજીવનમાં મધુરતા લાવવાના સરળ ઉપાયો
કેટલાંક નાના-નાના પ્રયોગો કરવાથી લગ્નજીવનમાં જો ખટરાગ થતો હોય તો તેમાં મધુરતા આવે છે.
· ॐ નમો નારાયણાય સર્વ લોકાનાં મમ વશાન કુરુ કુરુ સ્વાહા ।।
ઉપરોક્ત મંત્રનો જાપ પુષ્ય નક્ષત્રથી પ્રારંભ કરવો. દરરોજ ૧૦૮ મંત્રજાપ કરવાથી સ્ત્રી-પુરુષની જોડી લક્ષ્મી અને નારાયણ જેવી થાય છે. જે તે વાદ-વિવાદનો શીઘ્ર અંત આવે છે.
· ॐ ક્ષાં ક્ષં ક્ષઃ સૌં હં હં સં: ઠઃ ઠઃ ઠઃ ઠઃ સ્વાહા ।।
પતિ-પત્ની જ્યારે પોતાનું દાંપત્યજીવન મુશ્કેલીમાં અનુભવે, વાત કોર્ટ સુધી પહોંચી જાય ત્યારે ઉપરોક્ત મંત્રના દરરોજ એકવીસ જાપ કરવા. બહુ નજીકના સમયમાં કેસનો સકારાત્મક અંત આવશે.
· જે સ્ત્રીને પતિનું સુખ અલ્પ પ્રાપ્ત થતું હોય તેવી સ્ત્રીઓએ રવિવારના દિવસે સંધ્યા સમયે ગૂગળનો ધૂપ કુળદેવીને કરવાથી નિશ્ચિત સુખ પ્રાપ્ત થશે.
· જે પતિને પોતાની પત્નીથી કોઈ પણ બાબતે સંતોષ ન હોય અથવા તો સમજશક્તિના કારણે જો વૈવાહિક જીવનમાં વિચ્છેદ થતો હોય તેવી સ્થિતિમાં ગુરુવારે લીંબુ લેવું. લીંબુના બે ભાગ કરી પોતાના માથેથી ઉતારી ચાર રસ્તે મૂકી આવવાથી નિશ્ચિત જીવનમાં મધુરતા પ્રાપ્ત થશે.
· દાંપત્યજીવનમાં વિશ્વાસ કેળવવા, એકબીજા પર વિશ્વાસ સંપાદન કરવા માટે મંગળવારના દિવસે પીપળાના વૃક્ષની પ્રદક્ષિણા કરી હનુમાન ચાલીસાનો પાઠ કરવો. તેનાથી જરૂર લાભ થશે.
દાંપત્યજીવન બચાવવા માંગતી સ્ત્રીઓ માટેેે
જે સ્ત્રીએ દાંપત્યજીવનને બચાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા હોય છતાં સફળતા ન મળતી હોય તેણે નીચેનો રામબાણ પ્રયોગ અજમાવવો જોઈએ.
આ ૨૪ શુક્રવારનો ઉપાય છે. શુક્રવારના દિવસે માતા પાર્વતીને દર શુક્રવારે નીચેનો શણગાર કે વસ્તુઓ અર્પણ કરવી.
શુક્રવાર શણગાર
૧ ફૂલ
૨ અગરબત્તીનું પેકેટ
૩ ચાંલ્લા
૪ લાલ બંગડી
૫ તેલની શીશી
૬ કાંસકો
૭ બક્કલ
૮ પાઉડરનો ડબ્બો
૯ કાજળની ડબી
૧૦ કંકુ
૧૧ સિંદૂર
૧૨ નાકની ચૂની
૧૩ કાનની બુટ્ટી
૧૪ લિપસ્ટિક
૧૫ સાડીનો સેટ
૧૬ ચૂંદડી
૧૭ મંગળસૂત્ર
૧૮ સફેદ મોતીની માળા
૧૯ વીંટી
૨૦ નેઇલ પોલિશ
૨૧ અત્તરની શીશી
૨૨ પગનાં ઝાંઝર
૨૩ પાદુકા અને છત્ર
શુક્રવાર શણગાર
૧ ફૂલ
૨ અગરબત્તીનું પેકેટ
૩ ચાંલ્લા
૪ લાલ બંગડી
૫ તેલની શીશી
૬ કાંસકો
૭ બક્કલ
૮ પાઉડરનો ડબ્બો
૯ કાજળની ડબી
૧૦ કંકુ
૧૧ સિંદૂર
૧૨ નાકની ચૂની
૧૩ કાનની બુટ્ટી
૧૪ લિપસ્ટિક
૧૫ સાડીનો સેટ
૧૬ ચૂંદડી
૧૭ મંગળસૂત્ર
૧૮ સફેદ મોતીની માળા
૧૯ વીંટી
૨૦ નેઇલ પોલિશ
૨૧ અત્તરની શીશી
૨૨ પગનાં ઝાંઝર
૨૩ પાદુકા અને છત્ર
૨૪ પોતાના ઘેર પાંચ કુવારિકા જમાડવી અને ઉપરમાંથી કોઈ એક વસ્તુ આપવી.
વાસ્તુદોષ અને લગ્ન વિચ્છેદ
આજના જમાનામાં મનુષ્ય આધ્યાત્મને છોડીને ભૌતિક સુખો પાછળ દોડી રહ્યો છે. સમયના અભાવે મનુષ્ય પોતાના ઘરમાં સંસારનાં તમામ સુખો ભોગવા ઇચ્છે છે, પણ જો ઘરમાં જ શાંતિ ન હોય તો માણસ ક્યાં જાય? વાસ્તુશાસ્ત્રના નિયમોથી વિરુદ્ધ ઘર હોય તો વાસ્તુદોષ દાંપત્યજીવનમાં ભંગાણનું કારણ બની શકે છે, તેથી જો ઘરમાં વાસ્તુદોષ હોય તો તેને દૂર કરવા જોઈએ. નીચેની બાબતોને ખાસ ધ્યાનમાં રાખવી.
· ઘરમાં ઇશાન ખૂણાનું બહુ મહત્ત્વ છે. ઇશાન ખૂણામાં પતિ-પત્ની સાથે બેસી પૂજા કરે તો એકબીજા વચ્ચેનો અહંકાર સમાપ્ત થઈ જાય છે.
· ઘરની લક્ષ્મી દ્વારા સંધ્યાકાળે તુલસીક્યારે દીવો પ્રગટાવવાથી નકારાત્મક ઊર્જા ઓછી થાય છે અને સંપ વધે છે.
· ખાસ નાની-નાની વાતમાં પતિ-પત્ની વચ્ચે ઉગ્ર બોલાચાલી થતી હોય ત્યારે ઘરનો ઇશાન ખૂણો સાફ રાખવો. સાથે ઘરના દરેક રૂમનો ઇશાન ખૂણો સ્વચ્છ રાખવો જેથી શુભ ફળ મળે.
· બેડરૂમમાં પતિ-પત્ની સાથે સમય પસાર કરતાં હોય છે. બેડરૂમમાં સૂવાની દિશા દક્ષિણ અથવા નૈઋત્ય રાખવી ઉત્તમ છે.
· શયનકક્ષમાં નશીલા પદાર્થોનું સેવન ન કરવું અને નશીલા પદાર્થો શયનકક્ષમાં ન રાખવા. આમ હશે તો પતિ-પત્ની વચ્ચે ક્લેશ ઉત્પન્ન થાય છે.
· શયનકક્ષમાં પતિ અને પત્નીનો હસતો ફોટો મૂકવાથી એકબીજાનો પ્રેમ વધે છે.
-----------------------------------------------------------------------
-----------------------------------------------------------------------
પ્રેમ ભંગના કારણો અને ઉપાયો
જન્મ કુંડળીમાં પાંચમું સ્થાન પ્રણવ સ્થાન માનવામાં આવે છે. પાંચમા સ્થાનના સ્વામિનું વિશેષ ફળ એ પ્રેમ સંબંધોમાં મળતું હોય છે. પાંચમા સ્થાનનો સ્વામી ૬.૮.૧૨ જો શુભફળ ન આપે પરંતુ રાશિ પ્રમાણે જો પ્રેમમમાં સફળતા ન પ્રાપ્તિ થતી હોય તો સફળતા માટેના કેટલાંક પ્રયોગો છે. જે કરવાથી શુભ ફળ નિશ્ચિત મળે છે.
- મેષ :- મેષ રાશિના જાતકો જો પ્રેમમાં વારંવાર નિષ્ફળતા મળતી હોય ત્યારે રવિવારના દિવસે રાજા રક્ષા સ્ત્રોતના ૭ પાઠ કરો નિશ્ચિત સફળતા પ્રાપ્ત થશે.
- વૃષભ :- વૃષભ રાશિના મિત્રો જો પ્રેમમાં વિશ્વાસ સંપાદન ન થતુ હોય અને પ્રેમ પ્રાપ્ત ન થતો હોય ત્યારે બુધવારના દિવસે સાત જુદા જુદા લીલા પાન લઈ અને શિવ મંદિરે ચઢાવવાથી લાભ.
- મિથુનઃ- મિથુન રાશિના જાતકો જે એવું તરફી પ્રેમ કરે છે અને પ્રેમ પ્રાપ્ત કરવો છે તેવા જાતકોએ શુક્ર યંત્ર પ્રસ્થાપિત કરી દર શુક્રવારના દિવસે લોબાનનો છૂપ કરવાથી સફળતા.
- કર્કઃ- જે કર્ક રાશિના મિત્રો જેનો પ્રેમ સાવ છૂદી ચૂકયો છે દગો થયો છે તેવા મિત્રોએ મંગળવારના દિવસે ભાતનું શિવલિંગ બનાવી તેનું પૂજન કરવું જોઈએ.
- સિંહઃ- સિંહ રાશિના મિત્રો સાચો પ્રેમ મેળવવા માટે ગુરુવારના દિવસે સાંઈ ચરિત્રનો પાઠ કરવો.
- કન્યા :- કન્યા રાશિના જાતકો જો આપનો પ્રેમ સારો હોય અને તે મેળવવા માટે અંાબાના લાકડા લઈ જે યજ્ઞા કરતા બ્રાહ્મણ હોય તેને શનિવારના દિવસે ધન આપવા.
- તુલા :- તુલા રાશિના મિત્રો જે પ્રેમમાં નિષ્ફળ છે અને સફળ થવા માટે શનિવારના દિવસે કાળા અડદ, સરસવનું તેલ અડદના વડા શનિ મંદિરે ધન કરવું.
- વૃશ્ચિક :- વૃશ્ચિક રાશિના મિત્રો જે પ્રેમ વિયોગનો સામનો કરે છે તેવા જાતકોએ ગુરુ યંત્રનું પૂજન કરવું કેસર અને ચંદનનું મિશ્રણ કરી પૂજનથી નિશ્ચિત લાભ.
- ધન :- ધન રાશિના મિત્રો જેને પ્રેમમાં વારંવાર હાર થાય છે તેવા જાતકોએ દર મંગળવારે રિદિધ-સિદ્ધ સહિત ગણેશજીની ઉપાસના કરવી જોઈએ.
- મકર :- મકર રાશિના જાતકો જેને પ્રેમમાંથી વિશ્વાસ ઉઠી ગયો હોય ફરીથી ડરતા હોય તેવા મિત્રોએ સફેદ વસ્ત્રોનું દાન કરવું ૧૦૮ દિવસ સુધી સફેદ ગાયની સેવા કરવી.
- કુંભ :- કુંભ રાશિના સ્ત્રી-પુરુષો જેને વારંવાર પ્રેમમાં અટકાયત થતી હોય મન મેળ ન આવતો હોય ત્યારે કપૂરી પાન બુધવારે લેવુ તેના પર ત્રણ સોપારી મૂકી નારાયણ સ્વરૂપે તેનું પૂજન કરવું શ્રેષ્ઠ.
- મીન :- મીન રાશિના જાતકો જે પ્રેમમાં ઝંખતા હોય તેવા જાતકોએ શ્રીમદ ભાગવતજીના ભ્રમર ગીતનો સોમવારના દિવસે પાઠ કરવો તેમજ મોતી ધારણ કરવો લાભ-દાયી.
No comments:
Post a Comment