Tuesday, 15 September 2015

કયું રત્ન ધારણ કરવાથી લાભ થશે?

રત્નથી અલંકૃત વ્યક્તિ ભાગ્યથી પણ અલંકૃત બને છે. રત્નોનો પ્રભાવ ગ્રહોનાં પરાર્વિતત કિરણોનાં તેજથી વ્યક્તિના દેહમાં પ્રવેશે છે ત્યારે જે તે ગ્રહના ક્ષેત્રનું બળ વધે છે. તમામ નીતિનિયમોને ધ્યાનમાં રાખીને રત્ન ધારણ કરવામાં આવે તો ઇચ્છિત લાભ મેળવી શકાય છે. રત્ન ધારણ કરવા અંગે ધર્મ, સંસ્કૃતિ, જ્યોતિષ પદ્ધતિ અને પ્રદેશ પ્રમાણે જુદી-જુદી માન્યતાઓ રહેલી છે.
કયું રત્ન ધારણ કરવું?
પાશ્ચાત્ય પદ્ધતિ પ્રમાણે જે દિવસે જન્મ થયો હોય તે દિવસ (વાર) પ્રમાણે રત્ન ધારણ કરવું જોઈએ.
  • રવિવાર :  માણેક, કાયસોલાઇટ
  • સોમવાર :  મોતી, ઓપલ
  • મંગળવાર :  અમેથિસ્ટ, બ્લડ સ્ટોન
  • બુધવાર :  જેડ, અકીક ગુરુવાર :  નીલમ, પન્ના
  • શુક્રવાર :  ફિરોઝા, લાજાવર્ત
  • શનિવાર :  ઓનેક્સ

જન્મ મહિનો અને રત્ન
સન ૧૯૧૨માં મધ્ય અમેરિકામાં રત્નોનો વ્યાપાર કરનારાઓની સભા થઈ હતી. તેમાં જન્મ મહિના પ્રમાણે 'રત્ન' ધારણ કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
  • જાન્યુઆરી  :  ગાર્નેટ
  • ફેબ્રુઆરી  : એમિથિસ્ટ
  • માર્ચ :  એક્વામરીન, બ્લડ સ્ટોન
  • એપ્રિલ :  હીરો
  • મે : પન્ના
  • જૂન :  મોતી, ચંદ્રકાંત
  • જુલાઈ :  માણેક
  • ઓગસ્ટ :  પેરીડોટ, સારડોમિક્સ
  • સપ્ટેમ્બર : નીલમ
  • ઓક્ટોબર : ઓપલ, તુર્મેલિન
  • નવેમ્બર : પોખરાજ
  • ડિસેમ્બર : ફિરોઝા - લાજાવર્ત
સાયન રાશિ પ્રમાણે રત્ન ધારણ
પાશ્ચાત્ય દેશો સહિતના કેટલાંક લોકો સાયન (સૂર્ય)રાશિમાં વિશ્વાસ ધરાવે છે અને તે પ્રમાણે રત્ન ધારણ કરવામાં આવે છે. જે આ પ્રમાણે છે.
રાશિનો                                        સાયન                                           રત્ન
સમય                                           રાશિ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ                     મેષ                                                 હીરો
૨૧ એપ્રિલથી ૨૧ મે                         વૃષભ                                               પન્ના
૨૨ મેથી ૨૧ જૂન                               મિથુન                                             ચંદ્રકાંત, મોતી
૨૨ જૂનથી ૨૨ જુલાઈ                        કર્ક                                                  માણેક
૨૩ જુલાઈથી ૨૩ ઓગસ્ટ                   સિંહ                                                પેરીડોટ,   સારડોમિક્સ
                                                                                                 
૨૪ ઓગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર             કન્યા                                                નીલમ
૨૪ સપ્ટેમ્બરથી ૨૩ ઓક્ટોબર          તુલા                                                ઓપલ, તુર્મેલિન
                      
૨૪ ઓક્ટોબરથી ૨૨ નવેમ્બર           વૃશ્ચિક                                                પોખરાજ
૨૩ નવેમ્બરથી ૨૧ ડિસેમ્બર              ધન                                                   ગોમેદ,   ફિરોઝા
                      
૨૨ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી           મકર                                                 ગાર્નેટ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી           કુંભ                                                   એમિથિસ્ટ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ                   મીન                                                  બ્લડ સ્ટોન, એક્વામરીન
                       
આમ અલગ અલગ પ્રથાઓ મુજબ રત્ન ધારણ કરવામાં આવે છે, પરંતુ ભારતમાં મોટેભાગે કુંડળીમાં ગ્રહોના સ્થાનનો અભ્યાસ કરીને કયું રત્ન ધારણ કરવું તે સૂચવવામાં આવે છે.

રત્નોના દોષ
રત્નોમાં વિશેષ દોષો જોવા મળે છે, જે બાબતે રત્ન ધારણ કરતાં પહેલાં ધ્યાન આપવું જરૂરી છે. કોઈ પણ રત્નમાં નીચે પ્રમાણેના દોષ હોઈ શકે છે, તેથી દોષ રહિત રત્ન શોધીને જ રત્ન ધારણ કરવું જોઈએ.
  • રક્તદોષ
  • કુષ્ણબિંદુ
  •  જાળી દોષ
  • ખાડા દોષ
  • ચીરપંચ દોષ
  • ડાઘરેખાઓ
  • શ્વેતબિંદુકાળી શાહી જેવા ડાઘ
  • છિદ્રાંકિત દોષ
  • પિત્તબિંદુ દોષ
  • દ્વિરંગી દોષ
કેટલાંક ઉપરત્નો વિશે
જજેમાનીઃ તે ચંદ્ર ગ્રહનું ઉપરત્ન છે. તેનો રંગ સફેદ હોય છે. તેને ચાંદીની ધાતુમાં જડાવવું જોઈએ. આ રત્નને કનિષ્ઠિકા આંગળીમાં સોમવારના દિવસે ' આપ્યાયસ્વ સમેતુ તે વિશ્વતઃ સોમ વૃષ્ણયમ।।' મંત્રનો જાપ કરીને ધારણ કરવું. રત્ન ધારણ કર્યા પછી ૧૦ દિવસ સુધી દરરોજ ૧૧ વાર મંત્રજાપ કરવો. આ રત્ન ધારણ કરવાથી વિચાર, વાયુ અને ભ્રમિત વ્યક્તિને લાભ થાય છે.
આબરીઃ આ રત્ન રાહુ ગ્રહનું ઉપરત્ન છે. તેનો રંગ કાળા પથ્થર જેવો હોય છે. આ રત્નને કનિષ્ઠિકા આંગળીમાં બુધવારના દિવસે'ઁ સિંહિકાગર્ભસંભૂતમ્ તં રાહુંમ્ પ્રણમામ્યમ્' મંત્રનો ૧૦૮ વાર જાપ કરીને ધારણ કરવું. આ રત્ન ધારણ કરવાથી જીવનમાં સતત આવતી તકલીફો અને મુશ્કેલીઓ દૂર થાય છે.
હજરતે ઉદઃ આ રત્ન યુરેનસ (પ્રજાપતિ) ગ્રહનું છે. તેનો રંગ કાળો હોય છે. આ રત્નને કનિષ્ઠિકા આંગળીમાં અથવા ગળામાં બુધવારના દિવસે 'ઁ પ્રજાપત્યૈ નમઃ।' મંત્રનો ૧૧ વાર જાપ કરીને ધારણ કરવું. તેનાથી નજરદોષ, મૂઠચોટ દૂર થાય છે.
પનઘનઃ આ શુક્ર-રાહુ (યુતિ સમયે)નું ઉપરત્ન છે. તે આછા લીલા અથવા એસ કલરનું હોય છે. તેને અનામિકા આંગળીમાં શુક્રવારના દિવસે 'ઁ ભૃગુ દેવ્યાયૈ નમઃ । મંત્રનો એક માળા જાપ કરીને ધારણ કરવું જોઈએ. આ રત્ન ધારણ કરવાથી પ્રેમમાં અને સંતાનોત્પત્તિમાં સફળતા મળે છે.
 
Share This

No comments:

Post a Comment