Tuesday, 15 September 2015

રત્ન ધારણ કરતાં પહેલાં જાણી લો...

રત્ન પ્રયોગ
રત્નોમાં પ્રકાશ રશ્મિઓના પરાવર્તનની ક્ષમતા હોય છે, તેથી પ્રકાશ કિરણોના સંપર્કમાં આવતાંની સાથે તે ઝગમગવા લાગે છે. કેટલાંક રત્નોમાં સુવર્ણની આભા હોય છે અને રાત્રીના સમયે અંધારામાં તે પ્રકાશમાન થતાં રહે છે. ભારતીય જ્યોતિષશાસ્ત્રમાં રત્નોનો ઉપયોગ સંબંધિત ગ્રહને બળવાન બનાવવા માટે કરવામાં આવે છે. જાતકની જન્મકુંડળીમાં, ગોચરમાં, મહાદશા, અંતર્દશા, પ્રત્યંતર દશામાં જે ગ્રહ અનિષ્ટ ફળ આપી રહ્યો હોય તેનાં રત્નોનું દાન કરવાનું આપણા પ્રાચીન મહર્ષિઓએ જણાવ્યું છે. સાથે જે ગ્રહ નિર્બળ હોય તેને બળવાન બનાવવા માટે રત્નોને તેની સાથે સંબંધિત ગ્રહના મંત્રોથી જાગ્રત કરીને પહેરવાનું પણ જણાવ્યું છે. જન્મકુંડળીનું અધ્યયન કર્યા વગર કોઈ પણ રત્ન ધારણ કરવું જોઈએ નહીં. તેનાથી લાભને બદલે હાનિ થઈ શકે છે.
જો જન્મકુંડળીનું બરાબર અધ્યયન કર્યા પછી રત્ન ધારણ કરવામાં આવે તો લાભ મળે છે અને અશુભતા કે કષ્ટોથી બચી શકાય છે. રત્નને ધારણ કરવાની વિધિ અંગે પ્રાચીન ભારતીય જ્યોતિષાચાર્યોએ જણાવ્યું છે કે રત્ન ધારણ કરતાં પહેલાં તે રત્નને રત્નના સ્વામીના વારમાં, તેની હોરામાં તથા રત્નના સ્વામીના મંત્રોથી તેને જાગ્રત કરીને ધારણ કરવું જોઈએ.
રત્નને ધારણ કરતાં પહેલાં પરીક્ષણ માટે તેને રત્નના રંગના જ સુતરાઉ કપડામાં બાંધીને તેને જમણા હાથમાં બાંધી દો. ત્યારબાદ આઠમા દિવસ પછી એટલે કે અઠવાડિયા પછી તે જ વાર પછીના નવમા દિવસે તેને હાથમાંથી ખોલી નાખો. આટલું કરવાથી રત્ન દ્વારા મળેલા નવ દિવસનાં શુભાશુભ ફળનો નિર્ણય તમે કરી શકશો.
રત્ન ધારણ કરતાં પહેલાં રત્ન દોષપૂર્ણ છે કે નહીં તેની ચોક્સાઈ કરી લો, નહિતર લાભને બદલે નુકસાન થઈ શકે છે. જો કોઈ રત્ન જેમ કે, મોતીમાં કોઈ આડી રેખાઓ, ક્રોસ કે જાળું હોય તો સૌભાગ્યનાશક, પરવાળામાં હોય તો સુખ-સંપત્તિનાશક અને બંધુબાંધવનાશક, પન્નામાં હોય તો લક્ષ્મીનાશક, પોખરાજમાં હોય તો સંતાન માટે અનિષ્ટકારક, હીરામાં હોય તો માનસિક શાંતિનાશક, નીલમમાં હોય તો રોગવર્ધક અને ધન હાનિકારક હોય છે. ગોમેદમાં હોય તો શરીરમાં રક્તસંબંધી બીમારી પેદા કરે છે. લસણિયામાં હોય તો શત્રુઓમાં વધારો થાય છે. માણેકમાં હોય તો ગૃહસ્થ સુખનો નાશ કરે છે.
આ જ રીતે મોતીમાં ડાઘ કે ધબ્બા હોય તો માનસિક શાંતિમાં બાધાકારક, પોખરાજમાં હોય તો ધન-સંપત્તિનાશક, પન્નામાં હોય તો સ્ત્રીઓ માટે બીમારીકારક, પરવાળામાં હોય તો પુરુષ માટે બીમારીકારક, માણેકમાં હોય તો પહેરનારને અનેક રીતે નુકસાનદાયક,હીરામાં હોય તો મૃત્યુ સમાન કષ્ટદાયક, નીલમમાં હોય તો અનેક ક્ષેત્રમાં મુશ્કેલીઓ સર્જનાર, ગોમેદમાં હોય તો સંપત્તિ અને પશુધનનો નાશ કરનાર અને લસણિયામાં હોય તો શત્રુવર્ધક માનવામાં આવે છે.
તમે જ્યારે એકથી વધારે રત્ન ધારણ કરતા હો તો રત્નના શત્રુનું પણ ધ્યાન રાખવું જોઈએ. જેમ કે, હીરાનાં શત્રુરત્ન માણેક અને મોતી છે. પરવાળાનું શત્રુરત્ન પન્ના છે. નીલમનાં શત્રુરત્ન માણેક, મોતી અને પરવાળું છે. માણેકનાં શત્રુરત્ન હીરો તથા નીલમ છે, તેથી આ બાબતને ધ્યાનમાં રાખવી જોઈએ. સાથે-સાથે રત્નને તેની અનુકૂળ ધાતુમાં જ ધારણ કરવું જોઈએ. રત્નોને પંચધાતુ, સોનું, ચાંદી, તાંબું, લોખંડ, કાંસાની સમાન માત્રા લઈને બનાવેલી વીંટીમાં જડાવીને પણ ધારણ કરી શકાય છે.
રત્નનું આયુષ્ય તથા તેની સાથેનાં વર્જિત રત્ન
ગ્રહરત્નરત્નનું આયુષ્યતેની સાથેનાં ર્વિજત રત્ન
સૂર્યમાણેક૪ વર્ષ
હીરો, નીલમ, ગોમેદ
ચંદ્રમોતી૨.૩ વર્ષગોમેદ, લસણિયું
મંગળપરવાળું૩ વર્ષ
હીરો, નીલમ, ગોમેદ
બુધપન્ના૪ વર્ષમોતી
ગુરુપોખરાજ૪ વર્ષહીરો, નીલમ
શુક્રહીરો૭ વર્ષ
માણેક, પરવાળું, પોખરાજ
શનિનીલમ૫ વર્ષ
માણેક, પરવાળું, પોખરાજ
રાહુગોમેદ૩ વર્ષ
માણેક, મોતી, પરવાળું
કેતુલસણિયું૩ વર્ષમોતી
રત્ન અને શુભ વારતઅનુકૂળ રત્ન ધારણ કરતાં પહેલાં જાણી લેવું જોઈએ કે તે રત્ન ધારણ કરવા માટે ઉત્તમ દિવસ કયો છે. દરેક રત્નને ધારણ કરવા માટે ચોક્કસ દિવસ હોય છે જે આ પ્રમાણે છે.
રત્નઉત્તમ વાર
માણેકરવિવાર
મોતીસોમવાર
પીળો પોખરાજગુરુવાર
સફેદ પોખરાજશુક્રવાર
લાલ પરવાળુંમંગળવાર
પન્નાબુધવાર
નીલમશનિવાર
ગોમેદશનિવાર
લસણિયુંશનિવાર
 
 
Share This

No comments:

Post a Comment