Tuesday, 19 May 2015

20) બધાને ભેગા કરવાની "તાકાત "વિશ્વાસ માં છે અને બધાને જુદા કરવાની તાકાત "વહેમ "માં હોય છે (21) તમે સાચા હો તો એ વાત કોઈ યાદ રાખતું નથી પણ ખોટા ઠરો એ વાત કોઈ જલ્દી ભૂલતું નથી (22)બધીજ માં તેમના દીકરાને શ્રવણ કુમાર બનાવવા માંગે છે પરંતુ તેમના પતિનેજ શ્રવણ કુમાર બનતા નથી જોઈ શકતી (23)કોણ કહેછે સંગ આવો રંગ માણસ શિયાળ સાથે નથી રહેતો તોય એ લુચ્ચો છે.વાઘ સાથે નથી રહેતા તોય  ક્રૂર છે.અને કુતરાઓ સાથે રહેછે તોય વફાદાર નથી (24)ભાગલા માટે ઝઘડાં કરનારા દિકરાઓ બે ચીજ માટે ઉદાર બનેછે જેનું નામ માં -બાપ છે (25) બાળપણમાં ગોદ આપનારને ક્યારેય દગો ના આપશો (26)સારા માણસની કદર કરો કિમતન કરો (27)પ્રભુ સારાલાગે ત્યારે નહી પણ મારા લાગે ત્યારે ધર્મની શરૂઆત છે (28)સાચા રસ્તે ચાલવાનો લાભ એ મળ્યો આખા રસ્તે ક્યાંય ભીડ જોવા ન મળી (29)જિંદગી જીવવાની બે રીત છે કાંતો કોઈ એક ખૂણે રડી લેવાનું અથવા તો વિશ્વના તમામ ખૂણે લડી લેવાનું (30)માનવીને બોલવાનું શીખતા લગભગ બે વર્ષ લાગે છે પણ શું બોલવું એ શીખતા આખી જિંદગી વીતી જાયછે (31)ખાઈમાં પડેલો માનવી બચીને ઉપર આવી શકે છે પરંતુ અદેખાઈ મા પડેલો માનવી ક્યારેય ઉપર આવી શકતો નથી (32)આયુષ્ય વધારનારા ટોનિક કયું ?મૌન (33)કોઈ માણસ એમ કહે કે એણે કદી ભૂલ કરી નથી તો ચોક્કસ એમ માનજો કે એણે જાતે કદી કોઈ કામ કરું નથી  (34)રોજ સારા પુસ્તકો વાંચી મગજને પણ રોજ ચાર્જે કરો (35) જે મનની વાત દિલથી લખે તે લેખક અને જે દિલની વાત મનથી વાંચે તે વાચક (36) અંગ્રેજી ભાષા એ પત્ની છે અને માતૃભાષા એ માતાછે જેથી બન્નેને પ્રેમ કરો (37) સંબંધને ક્યારેય ફૂટપટ્ટી કે આંકડાથી ન માપો એવું કરતી વખતે ઘણી વખત આપણે પોતે મપાઇ જતાં હોઈએ છીએ (38) ગુરુ અને સમય બન્ને શીખવાડે છે.પરંતુ ફરક બસ એટલોજ છે કે ગુરુ શીખવાડી ને પરીક્ષાલે છે જ્યારે સમય પરીક્ષા લઈને શીખવાડે છે (39) જે ઘરમાં સંતાનો સતત માતા - પિતાને ઝંખે છે તે ઘરમાં આજે પણ સતયુગ ચાલેછે (40) ત્રણ રીતે આપણે બુદ્ધિનુ ઘડતર કરીએ છીએ. એક ચિંતનથી જે ઉત્તમ છે.બીજું અન્યોમાંથી પ્રેરણા લઈને જે સૌથી આસાન છે અને ત્રીજું*** અનુભવથી જે સૌથી કઠીન છે (41) માણસ આખી દુનિયા સામે લડી શકે છે પણ પોતાની સાથે લડી શકતો નથી. કારણકે ત્યાં એને જીતવું હોતું નથી. ત્યાં એને જીવવું હોયછે (42)જયારે પણ ભગવાન પાસેથી કઈ માંગો તો દિમાગથી નહિ નસીબથી માંગજો , કારણકે મે એવા દિમાગવાળા ને જોયાછે જે નસીબવાળા ને ત્યાં કામ કરતા જોયાછે (43) જો લોકો તમારા લક્ષ્ય પર હસશે નહી તો સમજજો તમારું લક્ષ્ય ખૂબજ નાનું છે (44) ઝેર મરવા માટે ઓછુ અને જીવવા માટે વધુ પીવું પડેછે (45) દરેક માણસ હવામાં ઉડી રહ્યો છે તો જમીન પર આટલી ભીડ કેમછે (46) છે બરફની એક ખુબી માણસમાં પણ કોઈની લાગણીની હુંફ મળે તો તરત ઓગળી જાયછે (47) મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી મને પાનખર ની બીક ના બતાવો (48) જેણે પ્રકાશ આપવાનો હોયછે તેણે સતત સળગતા જ રહેવુ પડેછે (49)ખુદને ખરાબ કહેવાની હિંમત નથી રહી તેથી સહુ એમ કહેછે કે જમાનો ખરાબ છે (50) જ્યારથી પરીક્ષાની જિંદગી પુરી થાયછે ત્યારથી જિંદગીની પરીક્ષાની શરૂઆત થાયછે (51) કોઈની આંખમાં  આંસુ મારા કારણે હોયએ મારી અસફળતા છે ,કોઈની આંખમાં આંસુ  મારા માટે હોયએ મારી સફળતા છે  

No comments:

Post a Comment