જ્યોતિષ કોઈ શાસ્ત્ર કે વિજ્ઞાન નહીં,પણ નર્યું તુત છે એવું માનનારા ઘણા બૌદ્ધિકો પણ છાપાઓમાં છપાતા દૈનિક રાશિ ભવિષ્યમાં ડોકિયું કરી લેતા હોય છે અને તેમાં શ્રદ્ધા ધરાવનારાતો દરેક ઘટના પાછળ ગ્રહો - નક્ષત્રો અને રાશિઓના બ્રહ્મણનો પ્રભાવ જુએ છે. એટલે મનુષ્યોતો ઠીક , પણ વૃક્ષ વનસ્પતિઓ પર પણ વિવિધ ગ્રહોની અસર પડે છે એવી માન્યતાથી પ્રેરાઈને જુદી જુદી રાશિઓના જાતકો માટે અલગ અલગ ગ્રહોના નંગો અને રત્નોની જેમ હવે હિમાચલ પ્રદેશ એક નવો પ્રયોગ અજમાવવાનું નક્કી કર્યું છે. આ પ્રયોગ એટલે વ્યક્તિઓની હતાશા - નિરાશા દૂર કરવા બારેબાર રાશિઓના સ્વામી મનાતા નવ ગ્રહોના વૃક્ષો ઉગાડવા પર્યાવરણપોષક પ્રવાસન ( ટુરિઝમ ) ને પ્રોત્સાહન આપવાની ઝુંબેશના ભાગરૂપે " નવગ્રહ વન " વિકસાવવામાં આવશે અને અમુક ગ્રહોની પીડાથી તાણ અનુભવતા લોકો નિષ્ણાતોની સલાહ મુજબ જે તે ગ્રહના વૃક્ષ હેઠળ બેસીને તેમાંથી રાહત મેળવી શકશે હિમાચલ પ્રદેશના શિમલા અને હોશિયારપુર જિલ્લામાં આવા વૃક્ષો ઉગાડવામાં આવ્યા છે હમીરપુરમાં 37 નર્સરીઓમાં રાજ્યના વન વિભાગે વિવિધ રાશિને અનુરૂપ છોડ ઉગાડ્યા છે આછોડોનેં જુદા જુદા સ્થળોએ લઈ જવામાં આવશે . એમ હમીરપુરના વન અધિકારી તેમજ જ્યતિષિ ' સંજય સૂદે ' જણાવ્યું હતું જો કે આ પ્રયોગની એક મુશ્કેલી એ છે કે બધા વૃક્ષો શિયાળામાં સખત અને બરફનો સામનો નહીં કરી શકે . તેને માટે નીચાણવાળા વિસ્તારો પસંદ કરાશે જ્યાં વૃક્ષો શિયાળાની મોસમમાં પણ ટકી શકશે આવા વૃક્ષો મુર્હુત પ્રમાણે અમુક સમયે અને અમુક દિશામાં ઉગાડવામાં આવશે . જેથી ચોક્કસ ગ્રહોના કિરણો તેમના પર પડે અને તેમની ઊર્જાએ વૃક્ષોમાં કેન્દ્રિત થાય. અને આવા વૃક્ષ તળે બેસનારી વ્યક્તિના મન પર પણ તે ગ્રહનો અનુકૂળ પ્રભાવ પડે .સૂદના જણાવ્યા મુજબ ઘરની નજીક કોઈક બગીચામાં નિર્ધારિત સમયે અને અમુક દિશામાં ઉગાળેલા વૃક્ષ મારફત પણ એવા જ કિરણો અને વૈશ્વિક ઉર્જા મેળવી શકાય છે .
No comments:
Post a Comment