સંક્લન :- કિરીટ ઠક્કર
નવ ગ્રહો પ્રમાણે રત્નો જાણીતા છે
જેમાં :- હીરો , પન્ના , પોખરાજ , નીલમ ,
વૈદુર્ય ( CAT EYE ) ગોમેદ મુકતા અને
પ્રવાલ મુખ્ય છે આમાં આપણે મોતી નો
ઉલ્લેખ કરતા નથી। આ રત્નો વિવિધ ,
ગ્રહોનું પ્રતિનિધિત્વ કરતા હોય છે તેમને ,
વિધિપૂર્વક ધારણ કરવાથી તેમ જ તેમના
દ્વારા સૂર્ય કિરણોની તેમ જ ગ્રહ દ્રષ્ટિની
વિધેયાત્મક પ્રતિક્રિયા થતી હોવાથી ધારકને ,
સુખ ,સમૃધ્ધી , આરોગ્ય અને ઐશ્વર્ય પ્રાપ્ત ,
થાય છે તેમજ ધારકની પ્રતિભામાં ઉમેરો
કરે છે
( ૧ ) માણેક :-
માણેક રંગનું હોય છે.જે સૂર્યગ્રહ સાથે સંબંધ
ધરાવે છે અને શૂદ્રવર્ણ માણેકમાં થોડી મલિનતા
જોવા મળે છે.
માણેક ધારણ કરવાથી આત્મવિશ્વાસની વૃદ્ધિ ,
થાય છે આરોગ્ય સંપત્તિ અને શક્તિ આપનારું ,
માણેક મુખકાંતિ વધારે છે જે માણેકને પથ્થર પર ,
ઘસતા પ્રભાવ વધે અને વજન ન ઘટે તે શ્રેષ્ટ માણેક ,
ગણાય છે.સૂર્યનું પ્રિય રત્ન હોવાથી તેને રવિરત્ન પણ ,
કહેવાય છે.સૂર્યથી પિત્ત ,તાવ ,કમળો ,લીવર ,હૃદયરોગ ,
ક્ષય ,અને આંચકી (ફિટ ) તેમજ જેલવાસ જેવા કષ્ટો થતા
નથી માઘ નક્ષત્રમાં રવિવારે માણેકને સોનાની વીંટીમાં ,
અનામિકા આંગણીમાં ધારણ કરવાથી સૂર્ય વ્યાધિથી મુક્ત ,
થાય છે અને પ્રભાવ વધે છે.
( ૨ ) પોખરાજ :-
પોખરાજ પીળા રંગનો અને ભારી વજનદાર હોય છે ,
ચાર વર્ણોમાં વિભાજીત પોખરાજ અનુક્રમે સફેદ ,
રંગની આભાવાળો પીળો ,ગુલાબી આભાવાળો ,
પીળા રંગનો અને શ્યામ આભાવાળો હોય છે
પોખરાજ ગુરુનું પ્રિય રત્ન છે.રાજ્ય સન્માન ધન ,
ઐશ્વર્ય અને સંતાન કરવાવાળો હોય છે.પોખરાજને ,
છાણમાં રાખવાથી મેલો થતો નથી પરંતુ વધુ
ચમકદાર બને છે આ પોખરાજની કસોટી છે ,
ગુરુ પૃથ્વી તત્વનો ગ્રહ છે. ગુરુ પ્રભાવ ૧૬ વર્ષનો ,
ગણાય છે તેમાં પણ ૪,૮,૧૨.ગોચર દશાઓ જીવનમાં ,
ભરતી ઓટની ધ્યોતક છે.જેમાં પોખરાજ ધારકને ,
ફાયદાકારક છે.મૂલ અથવા ધનિષ્ટા નક્ષત્રમાં ,
ગુરૂવારે શુભ નક્ષત્રમાં ધારણ કરવાથી ગુરૂજન્ય ,
રોગોમાંથી મુક્તિ મળે છે.
( 3 ) પન્ના :-
લીમડાના પાન જેવો લીલા રંગનો પન્નો
ચમકદાર હોય છે ચાર વર્ણોમાં શિરીષપુષ્પનાં
રંગનો ઘેરા લીલા રંગનો પીળારંગની
આભાવાળો લીલો અને શ્યામ આભાવાળો
મળે છે . પન્ના બુધગ્રહનું રત્ન છે . ધારક ,
રાજસિક પ્રવૃત્તિવાળો , કામ કરનારો વાચાળ ,
બુદ્ધિમાન, આશાવાદી, દુરંદર્શી અને વ્યાયામ
પ્રિય બને છે . પારદર્શક અને ચમકવાળા પન્ના
ઉત્તમ કહેવાય છે .
કૃતિકા અથવા હસ્ત નક્ષત્રમાં બુધવારે ,
વહેલી સવારે કે સંધ્યાકાળે લાભ ચોઘડિયામાં ,
સોનાની વીંટીમાં ૩,૬,૧૭.રતિ વજનવાળો ,
ધારણ કરવાથી બુધ્ધકૃત , માનસિક બીમારી ,
પાગલપણું ,જલંધર અને પેશાબ જેવા અન્ય ,
ફલપ્રદ બને છે .
( ૪ ) નીલમ :-
માણેકથી વધુ અને હીરાથી ઓછું કઠણ અને
નીલા ( ભૂરા ) રંગનું હોય છે ચાર વર્ણોમાં મળે છે
નીલમ ધારકની ઉંમર વધારે છે સહનશીલતા અને ,
ધાર્મિક ભાવનાનું પ્રેરક હોય છે.શનિની કૃપાદ્રષ્ટિ ,
સમયમાં નીલમ વ્યક્તિને ઐશ્વર્યેયુક્ત બનાવી દે છે ,
નીલમ શનિનું પ્રિય રત્ન છે 36 વર્ષનો પ્રભાવ ધરાવતો ,
શનિ વાયુ પ્રકૃતિનો છે.રોહિણી નક્ષત્રમાં શનિવારે વહેલી ,
સવારે શનિ હોરમાં ચાંદી ,લોખંડ કે ઘોડાની નાળમાં ,ધારણ ,
કરવાથી શનિદોષમાંથી મુક્તિ મળે છે.
( ૫ ) :- ગોમેદ
મધ અને ગૌમુત્રના રંગ જેવું ગોમેદ ધારણ કરી જંગલમાં ,
શિકાર કરવા જનાર વ્યક્તિને હિંસક પશુઓનો ભય રહેતો ,
નથી ગોમેદનો ધારક સુખી દામ્પત્યજીવન સાથે પ્રબળ ,
ઈચ્છા શક્તિ ધરાવતો થાય છે ગોમેદ ચાર વર્ણોમાં આછો ,
પીળો , ઘેરો પીળો ,લાલ રંગની આભાવાળો લાલ રંગમાં ,
કાળા અને પીળા રંગની આભાવાળો અને કાળા રંગની ,
આભાવાળો પ્રાપ્ત થાય છે. રાહુ સાથે સંકળાયેલા રત્ન ,
ગોમેદ રાહુની અશુભ દ્રષ્ટિથી મુક્તિ અપાવે છે રાહુજન્ય ,
રોગોમાં કોઢ ,કેન્સર ,કોલેરા હાડકા ભાંગવા ,દાંત સડવા ,
તથા ક્ષય મુખ્ય છે શતભિયા નક્ષત્રમાં શનિવારે શનિ હોરમાં ,
જસતની વીંટીમાં 3-6-18 રતિ વજનવાળું ગોમેદ મધ્યમાં ,
આંગળી પર ધારણ કરવાથી ફળદાયક બને છે.
( 6) મોતી:-
સફેદ ગોળ અને સુંદર મોતી સ્પર્શ કરતા મુલાયમ લાગે છે,
સફેદ ગુલાબી પીળા અને કાળા રંગની આભાવાળા મોતી ,
વર્ણ પ્રમાણે પહેરવાથી લાભદાયક ગણાય છે.મોતી ધારણ ,
કરનાર વ્યક્તિ ભાવુક,સાહિત્ય પ્રેમી સંગીતશ અને ચંચળ થાય ,
છે.પોતાની ઓળખ તેનું પાણી છે.પાણીદાર મોતીમાં મેઘધનુષની ,
સપ્તરંગી આભા જોઈ શકાય છે.આવું મોતી શ્રેષ્ટ કહેવાય છે.મોતીને,
મુકતા અથવા શશીરત્ન કહેવામાં આવે છે.યંદુ સાથે સંકળાયેલ યંદુનું,
પ્રિય મોતી રાજસિંહ છે.મોતી પહેરનાર યંદુજ રોગો જેવા કે કફ,ખાંસી,
દમ,ન્યુમોનિયા માંથી મુક્તિ આપે છે.મોતીની ભષ્મ પણ ખુબ જ ,
ગુણકારી છે.પુષ્ય નક્ષત્રમાં સોમવારે સવારે અમૃત ચોઘડિયામાં ,
તર્જની આંગળી પર ચાંદીની વીંટીમાં 3,4,કે 5 રતિ વજનનું મોતી ,
ધારણ કરવાથી લાભ થાય છે.
( 7 ) મૂંગા :-
સિંદુરી રંગની ચાર વર્ણમાં પ્રાપ્ત થતું આ રત્ન સિંદુરી,હિંગુલી જેવા રંગવાળું ,
ભગવા રંગવાળું અને કાળી આભાવાળું હોય છે.મંગળની વિષમ ,
ગ્રહરાશિમાં મૂંગા મિત્રની માફક સહાયક બને છે.મંગળથી થતા રોગો।,
રક્તવિકાર,ચામડીના દર્દો,મસ્સા,દાઝવું ,અક્સમાતમાં મૂંગાને ,
ધારણ કરવાથી રાહત મળે છે.અશ્વિની કે વિશાખા નક્ષત્રમાં મંગળવારે ,
વહેલી સવારે ધારણ કરવાનું હોય છે. 3,7,8 રતિ વજનવાળું મૂંગા ,
તાંબાની વીંટીમાં આંગળી પર પહેરવાથી ખુબજ લાભ થાય છે.
( 8 ) વૈદૂર્ય :-
આ રત્ન બિલકુલ બિલાડીની આંખ જેવું ધૂમિલ રંગનું હોય છે.
ચાર રંગમાં પ્રાપ્ત વૈદૂર્ય,સફેદ,પીળી લીલી અને કાળા ભૂખરા ,
રંગની આભાવાળા મળે છે. વર્ણ અનુસાર પહેરવાથી વિચાર ,
શક્તિ દ્રઢ થાય છે.નેતૃત્વ કરવાની ઈચ્છા જાગૃત કરતું આ રત્ન,
કેતુ સાથે સંકળાયેલું છે.
અગ્નિતત્વ પ્રધાન આ ગ્રહ રક્તવિકાર,પિત્તરોગ,પાંડુરોગોનો ,
કારક છે.વિશાખા નક્ષત્રમાં મંગળવારે વહેલી સવારે મંગળ ,
હોરમાં 7,8,કે 12.રતિ વજનનું વૈદૂર્ય વચલી આંગળીમાં પહેરવું,
ઉત્તમ ફળદાયી ગણાય છે.